સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું
પોલીસ કમિશનર વાબાંગ જામીર રહ્યા ઉપસ્તિથ
પોલીસ સ્ટેશનની કામગીરી અને વિવિધ શાખાઓની સમીક્ષા કરાઈ
પોલીસ સ્ટેશનના રેકોર્ડની કમિશનર દ્વારા ઝીણવટભરી તપાસ
વાર્ષિક ઈન્સ્પેક્શન દરમિયાન પોલીસ કામગીરીનું મૂલ્યાંકન કરાયું
પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ નિરીક્ષણ કરાયું
સુરતના રાંદેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, વિવિધ શાખાઓ અને રેકોર્ડની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા પોલીસ સ્ટેશનોની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું હતું. પોલીસ કમિશનર વાબાંગ જામીર પોતે રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઈન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનના રેકોર્ડ, વિવિધ શાખાઓની કામગીરી અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરી અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
