સુરતની લસકાણા પોલીસે નકલી ઘી ઝડપ્યું
તબેલામાંથી વેંચાતા નકલી ઘીના ગોડાઉનને ઝડપી પાડ્યું
સોયાબીન ઓઈલ તથા કેમિકલકયુક્ત ભેળસેળીયુ ઘી ઝડપ્યું
સુરતની લસકાણા પોલીસે બાતમીના આધારે તબેલામાંથી વેંચાતા નકલી ઘીના ગોડાઉનને ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ ચાવડાની ટીમ પીએસઆઈ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરદીપ અને અપોકો શક્તિસિંહને મળેલી બાતમીના આધારે લસકાણા ગામ આહિર સમાજની વાડીની પાછળ પીઠાભાઈના તબેલામાં આવેલી દુકાનમાં ફુડ એન્ડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં દરોડા પાડી ત્યાંથી વેજીટેબલ સોયાબીન ઓઈલ તથા કેમિકલકયુક્ત ભેળસેળીયુ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી અલ્પેશ સાંથલીયાની ધરપકડ કરી 2 લાખ 11 હજારતી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
