માંડવી પોલીસે ચોરી કરતી 11 મહિલા ગેંગ રંગેહાથ ઝડપી

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસે ચોરી કરતી 11 મહિલા ગેંગ રંગેહાથ ઝડપી
દર બુધવારે ભરાતા હાટ બજારમાં ખરીદીના બહાને ચોરી

માંડવી પોલીસે બજારમાંથી ચોરી કરતી 11 મહિલા ગેંગ રંગેહાથ ઝડપી પાડી..દર બુધવારે ભરાતા હાટ બજારમાં દુકાન દારો, ખરીદી કરવા આવતી હતી. મહિલાઓના કિંમતી દાગીના, મોબાઈલ, રોકડ રકમની ચોરીની બૂમો ઉઠી હતી..

માંડવી ટાઉનમા વર્ષોથી દર બુધવારે મુખ્ય બજારમાં હાટ ભરાતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી બુધવારના હાટ બજારમાં નાની મોટી ચોરીની બૂમરાણને ધ્યાનમાં લઈ માંડવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  આજરોજ બુધવારનો હાટ ભરાયેલ હોય અને બળેવના તહેવારને અનુલક્ષીને માંડવી પોલીસે બજારમાંથી 11 મહિલાઓને ચોરીનો પ્રયાસ કરતા રંગે હાથ ઝડપી પાડી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી ટાઉનમાં દર બુધવારે હાટ બજાર ભરાય છે. જેમાં માંડવી નગર ઉપરાંત આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે. બજારમાં ભારે ભીડનો લાભ ઉઠાવી ચોરો તેમની કરતબ અજમાવી જતા હતા. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ઘરેણાં, પાકીટ સહિતની વસ્તુઓ ચોરી થતી હોવાની લાંબા સમયથી બૂમરાણ ઉઠી હતી. જેને લઈને આજરોજ બુધવારે માંડવી પોલીસ દ્વારા ચોરી કરતી ટોળકીને પકડવા માટે હાટ બજારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન મોડી સાંજે 4.30 કલાકેપોલીસ દ્વારા ચોરીનો પ્રયાસ કરી રહેલી 11 જેટલી મહિલાઓને ઝડપી પાડી હતી. તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે કાયદેસરની કાર્યાવહી ચાલી રહી છે. જેમની પાસેથી સાડી, ટીશર્ટ, ડ્રેસ, કુર્તી, ધાતુના સાકડા, ધાતુની બુટ્ટી, રાખડી, મીઠાઈ કપડા ધોવાના સાબુ વિગેરે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *