સુરતમાં ખોટા જન્મ પ્રમાણપત્રથી ભારતીય પાસપોર્ટ કઢાવવાનું કૌભાંડ!
અફઘાની નાગરિકને ભારતીય પાસપોર્ટ અપાવવામાં મદદ કરનાર આરોપીની અટકાયત
ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવી પાસપોર્ટ કઢાવવાનું કૌભાંડ,
સુરત ક્રાઈમ બ્રાન્ચે અફઘાની નાગરીકને ખોટુ જન્મ પ્રમાણપત્ર બનાવી આપી ગેરકાયદેસર ભાતીય પાસપોર્ટ કઢાવવામાં મદદ કરનાર આરોપી આગોતરા જામીન મેળવી હાજર થતા તેની અટકાયત કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગત 21 નવેમ્બર 2025ના રોજ ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી સુરતમાં રહેતા અફઘાની નાગરિક આમીરને ઝડપી પાડ્યો હતો અને તેણે કબુલાત કરી હતી કે તેને ખોટુ જન્મ પ્રમાણ પત્ર બનાવી આપી ગેરકાયદેસર ભારતીય પાસપોર્ટ કઢાવવામાં મદદ કરનાર સાજુદ્દીન ઉર્ફે અગાજાન સૈયદ હોવાનુ કહેતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જો કે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી આગોતરા જામીન અરજી મળતા ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
