ઈદ એ મિલાદની ઉજવણીમાં લોહિયાળ જંગ

Featured Video Play Icon
Spread the love

ઈદ એ મિલાદની ઉજવણીમાં લોહિયાળ જંગ
ગાડી અડાડવા બાબતે થયેલા ઝઘડો
છરી-પાઈપ વડે હુમલો પાંચને ઈજા

ભાવનગર શહેરમાં ઈદ એ મિલાદએ વડવા તલાવડી અને આંબાચોક વિસ્તારમાં સામસામે હુમલામાં કારના કાચ તોડી સોનાનો ચેન લૂંટી લેવાયો જેને પગલે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો.

ભાવનગર શહેરમાં ઈદ એ મિલાદની રોશની જોવા નીકળેલા યુવાનો પર ઘાતકી હુમલો થયાની હચમચાવતી ઘટના સામે આવી છે. ટ્રાફિક અને ગાડી અડાડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપીઓએ છરી અને લોખંડના પાઈપ વડે ખૂની હુમલો કર્યો હતો જેમાં પાંચ જેટલા યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા સર હોસ્પિટલના એસ.આઈ.સી.યુ. અને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. બનાવ અંગે નોંધાવાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી મોહંમદ રિઝવાન બાનવા પોતાના ભાઈ શાહનવાઝ અને મિત્રો સાકીર અરબાઝ મોહસીન તથા અયાન સાથે હ્યુંડાઈ બ્લેક કલરની ફોર વ્હિલર ગાડી નં. GJ-12-DS-7825) લઈને ઈદની રોશની જોવા નીકળ્યા હતા. આંબાચોક ખાતે મનિષ પરફ્યુમ નજીક એક અજાણ્યા શખ્સે તેમની ગાડીના કાચ પર વેફરનું પડીકું પછાડતા વિવાદ શરૂ થયો હતો. આ બાબતે સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા.ત્યારબાદ વડવા તલાવડી પાસે ‘રીલીફ બેંક સામે આરોપીઓએ ફરીથી ફિલ્મી ઢબે ગાડી રોકીને લોહીયાળ હુમલો કર્યો હતો. મુખ્ય આરોપીઓ સકીલ ઉર્ફે બાબા ફૈઝાન અને અન્ય અજાણ્યા શખ્સોએ પોતાની કમરમાંથી છરીઓ કાઢીને આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં મોહંમદ રિઝવાનને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે મોહસીન શાહનવાઝ અવેશ અને રમીઝને પણ છરીના ઘા વાગ્યા હતા. હુમલાખોરોએ કારના પાછળના કાચ તોડી નાખી શાહનવાઝના ગળામાંથી સોનાનો ચેન ખેંચી લીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *