સુરતના ભેસ્તાનમાં કરંટ લાગતાં 16 વર્ષના કિશોરનું મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં કરંટ લાગતાં 16 વર્ષના કિશોરનું મોત
આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલમાં દુર્ઘટના,
કિશોરના મોતથી પરિવાર પર આભ તૂટ્યું
,આર્થિક સહાયની માંગ સાથે ધરણાં

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલમાં વોબિન મશીન પર કામ કરતી વખતે કરંટ લાગતાં 16 વર્ષના કિશોરનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી તો પરિવારજનો દ્વારા કારખાનેદાર સામે રોષ વ્યકત કરી આર્થિક સહાયની માંગ સાથે ધરણાં કરાયા હતાં.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલમાં 16 વર્ષના કિશોરના મોતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાત એમ છે કે 16 વર્ષીય સૂર્ય નારાયણ શેટ્ટી નામનો કિશોર વોબિન મશીન પર કામ કરી રહ્યો હતો, તે દરમિયાન કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા શ્રમિકો અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. કિશોરના મોત બાદ પરિવારજનો આશીર્વાદ ઈન્ડસ્ટ્રીયલમાં એકત્રિત થયા હતા અને આર્થિક સહાયની માંગ સાથે ધરણાં પર બેઠા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે કિશોરના મોતની ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સગીર વયના બાળકો પાસે કામ કરાવવાના મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ ભેસ્તાન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અનેહાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *