મુખ્ય હોલિકા દહન પછી શહેરભરમાં અનેક સ્થળોએ હોલિકા દહન

Featured Video Play Icon
Spread the love

મુખ્ય હોલિકા દહન પછી શહેરભરમાં અનેક સ્થળોએ હોલિકા દહન
150 જેટલા સ્થળો એ હોલિકા દહનનું આયોજન
મોટી સંખ્યામાં ઉમટી પડેલા દાહોદ વાસીઓએ હોળીની પ્રદક્ષિણા

દાહોદ શહેરની ગાંધીચોકની મુખ્ય હોલિકા દહન પછી શહેર ભરમાં અનેક સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું

આજે હોળી પર્વને લઈ દાહોદ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પર્યાવરણની જાળવણી માટે શહેરમાં મોટે ભાગે ઇકો ફ્રેંડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં લગભગ 150 જેટલા સ્થળોએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110 થી વધુ સ્થળોએ ગૌ કાષ્ઠિ, છાણાં અને કાગળોનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી ગોઠ્વવામાં આવી હતી, દાહોદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેરની મુખ્ય હોળી ગાંધીચોક ખાતે પ્રગટાવવામાં આવે છે ત્યાર પછી જ શહેર માં અન્ય સ્થળોએ હોલિકા દહન કરવામાં આવે છે દરેક વિસ્તારમાથી લોકો અહી આવી હોળી પ્રગટ્યા પછી અગ્નિ લઈ ને પોતાના વિસ્તાર માં જઈ તે અગ્નિ વડે હોળી પ્રગટાવે છે દર વર્ષે આ સ્થળે અલગ અલગ સમાજ ને પુજા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે તેના ભાગરૂપે આ વર્ષે દરજી સમાજ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું દરજી સમાજ દ્રારા પુજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યાર બાદ અલગ અલગ વિસ્તાર માં લોકો અહી થી અગ્નિ લઈ દોડતા જઈને પોતાના વિસ્તાર ની હોળી પ્રગટાવી હતી તેમજ મોટી સંખ્યા માં ઉમટી પડેલા દાહોદ વાસીઓ એ હોળી ની પ્રદક્ષિણા કરી પુજા અર્ચના કરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *