મહિલાનું લેબર પેઇન થઇ શકે છે 70% ઓછું જો…
શું વોટર બર્થ ડિલિવરી લેબર પેનને ઓછો કરે છે જાણીએ. દેશમાં અત્યારે વોટર બર્થનું ચલણ વધી રહ્યું છે. તેમાં સ્ત્રીઓમાં લેબર પેનનો દુખાવો 45 ટકા ઓછો થાય છે. વોટર બર્થ ડિલિવરી આ એક ડિલિવરીનો પ્રકાર છે, જેમ કે સિઝેઅરિઅન અથવા નોર્મલ ડિલિવરીમાં હોય છે. એવું કહી શકાય છે કે વોટર બર્થ ડિલિવરી નોર્મલ ડિલિવરીની લેટેસ્ટ ટેક્નિક છે, જેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં લેબર પેન ઓછું થાય છે અને બાળકને જન્મ આપવાની પ્રોસેસ સરળ થઈ જાય છે. પાણીની અંદર હોવાને કારણે મહિલાની બોડીમાં એન્ડ્રોફિન હોર્મોન વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે, જેનાથી દુખાવો ઓછો થાય છે. જો ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં દુખાવો ઓછો થઈ જાય છે અને સ્ત્રીઓને પેનકિલર દવાની જરૂરિયાત 50 ટકા ઓછી રહે છે.
વોટર બર્થ ડિલિવરીમાં મહિલાઓનો તણાવ નોર્મલ ડિલિવરી કરતાં 60 ટકા ઓછો રહે છે.
ડિલિવરી માટે હુંફાળા પાણીનો બર્થિંગ પૂલ બનાવવામાં આવે છે, જેમાં લગભગ 300 લીટરથી લઈને 500 લીટર સુધી પાણી ભરવામાં આવે છે. આ પૂલનું તાપમાન એક જેવું રાખવા માટે તેના પર ઘણા વોટર પ્રૂફ ઉપકરણો લગાવવામાં આવે છે. ખાસ કરીને ઈન્ફેક્શનને રોકવા માટે. આ પૂલ લગભગ અઢીથી ત્રણ ફૂટનો હોય છે. તે મહિલાના શરીર પ્રમાણે એજસ્ટ થઈ શકે છે. લેબર પેન શરૂ થવાના ત્રણથી ચાર કલાક બાદ મહિલાને તેમાં લઈ જવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, નોર્મલ ડિલિવરી કરતાં ઓછા સમયમાં આ પ્રોસેસથી બાળકનો જન્મ થાય છે. જો યોગ્ય પદ્ધતિને ફોલો કરવામાં આવે તો બાળકને જન્મ આપવા માટે વોટર બર્થ ડિલિવરી એક સારો ઓપ્શન છે.
માતા અને બાળક ઈન્ફેક્શન ફ્રી રહે છે
વોટર બર્થ ટેક્નિકમાં માતા અને બાળકને ઈન્ફેક્શનનું જોખમ 80 ટકા ઓછું રહે છે. તેમાં એવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ન માત્ર માતા પણ બાળકને પણ ઈન્ફેક્શન થતું નથી. એટલું નહીં મહિલા આ દરમિયાન પાણીમાં રહે છે, જેથી ટેન્શન, તણાવમાં નથી હોતી અને ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
બાળકને મળે છે માતાના ગર્ભ જેવું વાતાવરણ નોર્મલ અને સિઝેઅરિઅન ઓપરેશનની સરખામણીમાં વોટર બર્થ સારું છે, આ ટેક્નિક બાળકને માતાના ગર્ભ જેવું વાતાવરણ પ્રદાન કરે છે. પાણીના કારણે બાળકના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે જેનાથી પ્રોસેસ સરળ થઈ જાય છે. ખાસ કરીને આ પ્રોસેસમાં બાળકને એવી અનુભૂતિ થાય છે કે તે માતાના ગર્ભમાં છે.
