સુરતના રાંદેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો,

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો,
5 જુગારીઓ ઝડપાયા લાખોનો મુદ્દામાલ જપ્ત

સુરતની રાંદેર પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાંદેર મણીનગર સોસાયટીમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ કાનજી ચૌધરી, અરવિંદ ચૌધરી, ધર્મેશપુરી ગોસ્વામી, આંબાભાઈ કરવટ અને પાર્થ પાટલીયાને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, વાહનો સહિત 2 લાખ 13 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *