4 વર્ષ જૂના બાઈક ચોરી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

4 વર્ષ જૂના બાઈક ચોરી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સચીન જીઆઈડીસીપોલીસે પાંડેસરા ચોરી કેસના રીઢા આરોપીને ઝડપી પાડ્યો

સુરતના સચીન જીઆઈડીસી પોલીસે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા ચાર વર્ષ જૂના બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતના સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે વર્ષ 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી સચીન જીઆઈડીસીના શીવનગર મેઈન ગેટ પાસે આવવાનો છે જે માહિતીના આધારે સચીન જીઆઈડીસી પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી ગુલશન રમેશભાઈ રાજભરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચાર વર્ષ અગાઉ પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલા બાઈક કબ્જે લઈ તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *