સુરતમાં લેપટોપ અને મોબાઈલ ચોરો ઝડપાયા
આરોપીઓ પી.જી. રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ચોરી કરતા હતા
તબરેજ રાહુલ ઈકબાલ ખાન તથા બીજનૌરના ફરદીન અલવીની ધરપકડ
સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં પી.જી. રૂમમાંથી લેપટોપ અને મોબાઈલની ચોરી કરનાર રીઢા ચોરોને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં ઘણા સમયથી પીજી રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ચોરીના બનાવો વધતા આરોપીઓને શોધી કાઢવા અપાયેલી સુરતનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાનમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ ચોરી સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે ગુજરાત રાજ્ય બહારથી આવી વહેલી સવારે પીજી રૂમને ટાર્ગેટ કરતી ટોળકીના બે રીઢાઓ હરિયાણાના તબરેજ ઉર્ફે રાહુલ ઈકબાલ ખાન તથા બીજનૌરના ફરદીન એહસાન અલવીને અડાજણ બી.એ.પી.એસ. હોસ્પિટલ પાસેથી ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે લેપટોપ અને મોબાઈલ કબ્જે કર્યા હતાં. તો આરોપીઓએ રાંદેર, અડાજણ તતઆ અમદાવાદના સાણંદ, વડોદરાના ફતેપુર, દિલ્હીના ખજુરીના પુશ્તા વિસ્તારમાંથી, યુપીના પ્રયાગરાજમાંથી તથા હરિયાણાના ગુરૂગ્રામ ખાતે માનેસરમાંથી મળી 11 જેટલી ચોરીની કબુલાત કરી હતી.