સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો
ખબર રસ્તાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓ પૂરી વિરોધ કરાયો
રસ્તા ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા
વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા
સુરતમાં પડેલા વરસાદને લઈ ખાડી પુર અને અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા હોવાને લઈ સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પરવત પાટીયા ખાતે અનોખો વિરોધ કરાયો હતો અને ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી ઉગ્ર દેખાવ કર્યો હતો.
સુરતમાં ખબર રસ્તાને લઈ યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. પહેલા જ વરસાદમાં શહેરના અનેક રસ્તા પર ખાડાઓ પડ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓ પૂરી વિરોધ કરાયો હતો. રસ્તા ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતાં. તો આ વિરોધમાં મોટી સંખ્યામાં યુદ્ધ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી ગયા હતા અને વિરોધ કર્યો હતો. રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર કરાતા હોવાનો આક્ષેપો પણ કર્યા હત સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર અને ઉગ્ર દેખાવ સાથે વિરોધ કર્યો હતો.