સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોબીઘાટ!
હજારો સાડીઓ સૂકવવા દોરી-પંખા લગાવ્યાં,
કિલોના ભાવે માલ વેચવો પડે એવી સ્થિતિ,
ખાડીપૂરથી મોટા નુકસાનની સ્થિતિ
સુરત શહેરમા તાજેતરમાં આવેલા ખાડીપુરના કારણે ટેક્ષસ્ટાઈલ માર્કેટના વેપારીઓને કરોડો રૂપીયાનુ નુકશાન થવા પામીયુ છે રઘુકુળ ગરનાળા પાસે આવેલ રઘુકુળ માર્કેટ સહીત 8થી દસ જેટલી માર્કેટના ગ્રાઉન્ડ ફલોરની દુકાનોમાં ખાડીના ગંદા પાણી ઘુસી જતા વેપારીઓને એક સાડીના નંગના જે 1000 થી 1500 લેતા હતા તે હાલ કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં જ આવેલા સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ ના વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત 8 થી 10 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર ની દુકાનોમાં રાખેલ માલ પલળી ગયો છે જેને કારણે આ માલમાં ખાડીના પાણીની દુર્ગંધ બેસી જવાથી વેપારીઓ પરેશાન થયા છે. જે સદીના એક નંગ ના 1,000 થી 1500 હતા તે સાડી હાલ કિલોના ભાવે વેચવા માટે વેપારીઓ મજબૂર થયા છે. જ્યાં જુઓ ત્યાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ ખાડીના પાણીથી પળ રેલી સાડીઓ પંખા નીચે સુકાવા મૂકી છે. જાણે લાલ લીલા પીળા તોરણ બાંધેલા હોય તેઓ માહોલ ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. આવી હાલત 500 થી વધુ દુકાનોમાં થવા પામી છે. ખાડી પૂરને કારણે આ બધી માર્કેટમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ગ્રાઉન્ડ ફ્લોર માં રહેલા વેપારીઓનો તમામ માલ પલરી જવા પામ્યો હતો.