ભાજપે નવસારી પાલિકાની 52 માંથી 50 બેઠકો પર ભવ્ય જીત,

Featured Video Play Icon
Spread the love

ભાજપે નવસારી પાલિકાની 52 માંથી 50 બેઠકો પર ભવ્ય જીત,
શહેરમાં વિજય ટંકાર સાથે રેલી યોજાઈ

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના સૂપડા સાફ કરતા 52 પૈકી 50 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી છે. આ પ્રચંડ બહુમતી બાદ આજે સતત બીજા દિવસે ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકરો દ્વારા સમગ્ર શહેરમાં ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી જલાલપોરના ઐતિહાસિક લીમડાચોકથી આ વિજય રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલી શહેરના વિવિધ વોર્ડમાં ફરી હતી, જ્યાં નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારોએ શહેરીજનોના આશીર્વાદ લીધા હતા અને મતદારોનો આભાર માન્યો હતો. રેલીમાં 100થી વધુ ટુ-વ્હીલર અને 20થી વધુ ઓપન જીપ જોડાઈ હતી. પુષ્પવર્ષા: શહેરના ગલી-મહોલ્લાઓમાં સ્થાનિકોએ વિજેતા નગરસેવકોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સંગઠનના અગ્રણી હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા.

ભાજપના વિજયના ઉત્સાહ વચ્ચે નીકળેલી આ વિશાળ રેલીને કારણે શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. ખાસ કરીને સાંકડા બજાર વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જોકે કાર્યકરોમાં જીતનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે આ તકે જણાવ્યું હતું કે, “આ જીત નવસારીની જનતાના વિશ્વાસની જીત છે. આગામી 5 વર્ષ અમે શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *