જામનગરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં,
ડીઇઓએ નોટિસ ફટકારી
વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા મોદી સ્કૂલને નોટિસ ફટકારી
જામનગરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જામનગર ડીઇઓએ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે. બોર્ડનાં નિયમ પ્રમાણે ઉનાળું વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ હોય છે
જામનગરની મોદી સ્કૂલ ઉનાળું વેકેશનમાં શાળામાં બાળકોને ભણવા બોલાવતા વિવાદમાં આવી છે. વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જામનગર DEOએ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે. બોર્ડનાં નિયમ પ્રમાણે ઉનાળું વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ હોય છે. શાળાકીય સત્ર પૂરૂ થયા બાદ બાળકોને વેકેશન આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં બાળકોને શાળામાં બોલાવતા જીલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા 35 દિવસનું વેકેશન આપવામાં આવે છે તેમ છતાં બાળકોને અભ્યાસ માટે બોલાવાતા શિક્ષણાધિકારી શાળા સામે પગલા લેશે તેમ જણાવ્યું છે.
શાળાકીય સત્ર પૂરૂ થયા બાદ બાળકોને વેકેશન આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં બાળકોને શાળામાં બોલાવતા જીલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા 35 દિવસનું વેકેશન આપવામાં આવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી