પંજાબના આદમપુર એરબેઝ પરથી મોદીનું સંબોધન
પીએમએ કહ્યું ઓપરેશન સિંદૂરના પડઘા દરેક ખૂણામાં સંભળાઈ રહ્યા છે,
દરેક દેશનો નાગરિક તેના સૈનિકોનો ઋણી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં સૈનિકોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સૈનિકોને કહ્યું- તમે ભારતીયોને ગૌરવ અપાવ્યું છે, જ્યારે તમે ભારત માતા કી જય બોલો છો, ત્યારે દુશ્મનોના હૃદય કંપી ઊઠે છે.
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી 6-7 મેની રાત્રે ભારતે ઓપરેશન સિંદૂરના નામે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી પાકિસ્તાને પણ ડ્રોન, રોકેટ અને મિસાઇલોથી હુમલા શરૂ કરી દીધા હતા, જોકે ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે એને હવામાં જ નષ્ટ કરી દીધા, જોકે 10 મેના રોજ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ફાઇટર જેટ JF-17માંથી ઝીંકવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલે આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કરી હતી. એ જ દિવસે કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે આ દાવો ખોટો છે. આજે :-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં સૈનિકોને સંબોધન કર્યું
આદમપુર એરફોર્સ સ્ટેશન પંજાબના જલંધરથી લગભગ 21 કિલોમીટર દૂર છે. ઉત્તર ભારતમાં બનેલા લશ્કરી એરબેઝમાં એ બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે. ભારત-પાકિસ્તાન સરહદ અહીંથી 100 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાનું 47મું સ્ક્વોડ્રન આદમપુર એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે. એને એરફોર્સના મિગ-29નો બેઝ પણ માનવામાં આવે છે. અહીંની સ્ક્વોડ્રનને બ્લેક આર્ચર તરીકે ઓળખવામાં આવે છે.
1965ના યુદ્ધમાં આદમપુર એરફોર્સ સ્ટેશને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 6 સપ્ટેમ્બર 1965ના રોજ પાકિસ્તાની એરફોર્સે પંજાબના પઠાણકોટ, આદમપુર અને હલવારા (લુધિયાણા) એરફોર્સ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. આદમપુર અને હલવારા વિસ્તારોમાં ભારતીય વાયુસેનાએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. બીજા દિવસે 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વાયુસેનાએ પણ આદમપુર, પઠાણકોટ અને હલવાડામાં તેના 135 ખાસ કમાન્ડોને પેરાશૂટ દ્વારા ઉતાર્યા. ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી તેમનો સામનો કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે 135 કમાન્ડોમાંથી માત્ર 10 જ પાકિસ્તાન પાછા જઈ શક્યા, બાકીના કમાન્ડો કાં તો માર્યા ગયા હતા અથવા લોકોની મદદથી ભારતીય સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી