પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીની RBIને રજૂઆત
સહકારી બેંકમાં 10 વર્ષ જૂના ડિરેક્ટરોને પદ પરથી દૂર કરો
કેન્દ્ર સરકારે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન
કોપરેટિવ બેંકમાં 10 વર્ષ સુધી જ ડિરેક્ટર રહી શકાય તેવો કાયદો કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો છે. જો કે, તેમ છતાં ઘણી બેંકોમાં 10 વર્ષ થઈ ગયા હોવા છતાં ડિરેક્ટરો પદ છોડતા નથી, જેથી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરબીઆઈના ગવર્નર, કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત, સહકારી મંડળીના રજિસ્ટ્રારને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, આવા ડિરેક્ટરોને હટાવવામાં આવે.
કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને નિયમમાં સુધારો કર્યો છે, જેમાં સહકારી ધોરણે કાર્યરત બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાર માટે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે. જેથી આવા તમામ ડિરેક્ટરોએ રાજીનામાં આપી દેવાના હતા અથવા સબંધિત વિભાગના જવાબદાર અધિકારીની જવાબદારી હતી કે, ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા બેંકિંગ સુધારા અધિનિયમ 2025નું પોતાના કાર્યક્ષેત્રમાં પાલન કરાવવામાં આવે અને તેમના દ્વારા સહકારી બેંકોમાં ડિરેક્ટર તરીકેનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા ડિરેક્ટરોનાં રાજીનામાં માટેની ઘટતી કાર્યવાહી તાકીદે કરવામાં આવે તે જરૂરી છે. જેથી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરબીઆઈના ગવર્નર, કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત, સહકારી મંડળીના રજિસ્ટ્રારને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, આવા ડિરેક્ટરોને હટાવવામાં આવે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી