સુરતના નાનપુરામાં વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી

Featured Video Play Icon
Spread the love

સુરતના નાનપુરામાં વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી
નાનપુરા સર્કલ પાસે વૃક્ષ પડતાં અનેક વાહનો દટાયા
વૃક્ષ નીચે 3 લોકો ફસાયા, સ્થાનિકોમાં દોડધામ
ત્રણેયને સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા

સુરતના નાનપુરા વિસ્તારમાં અચાનક વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નાનપુરા સર્કલ પાસે વૃક્ષ પડતાં અનેક વાહનો તેની નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં ત્રણ લોકો ફસાયા હતા જેઓને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના નાનપુરા બજારમાં વિશાળ વડનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં રસ્તા પર પાર્ક કરાયેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનો દટાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ છથી સાત જેટલા વાહનો વૃક્ષ નીચે દબાયા છે. વૃક્ષની ડાળીઓ રસ્તા પર આવેલી દુકાનો સુધી પહોંચી જતાં વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે. વૃક્ષ ધરાશાયી થયું ત્યારે રસ્તા પર વેપાર કરતા ફેરિયાઓના જીવ પણ માંડ માંડ બચ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હાલ વૃક્ષ હટાવવાની અને રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *