વરાછામાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ગર્ભ પરિક્ષણનો પર્દાફાશ કર્યો
સુરતની આરોગ્ય વિભાગની ટીમે વરાછાની શિવાય હોસ્પિટલમાં રેડ કરી
શિવાય હોસ્પિટલમાં રેડ કરી ડોક્ટર સહિતની 3 ની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાંથી પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ગેરકાયદે ગર્ભ પરિક્ષણનું પર્દાફાશ કર્યુ હતું. તો આ અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સુરત ના વરાછા માં ગર્ભ પરીક્ષણ કરતી ટોળકી ઝડપાઈ છે. સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે વરાછાની શિવાય હોસ્પિટલમાં રેડ કરી હતી. જ્યાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ સામે આવ્યુ હતું. જેને લઈ આરોગ્ય વિભાગે વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેને લઈ વરાછા પોલીસે ડોકટર, ફાર્માસિસ્ટ અને ખાનગી વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથે ગર્ભ પરીક્ષણમાં શામેલ એક યુવતીને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે.
