નવસારીમાં દુધિયા તળાવથી મેગા ડિમોલિશન ઝુંબેશ
સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા
નવસારીમાં દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ સુધીનો રસ્તો પહોળો કરવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પાલિકા દ્વારા મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, જજીસ કોલોની નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે.
નવસારીમાં દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ તરફ જતા માર્ગને પહોળો કરવા મહાનગરપાલિકાનું ડિમોલિશન હાથ ધર્યું છે. મેયર અશોકભાઈ ધોરાજીયા જાતે સ્થળ પર ઊભા રહી ડિમોલિશન કરાવ્યું છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરાય છે.
માર્ગ પર આવેલી પતરાની કેબિનોના સંચાલકોને એક અઠવાડિયામાં યોગ્ય પુરાવા રજૂ કરવા સૂચના અપાય છે. પુરાવા રજૂ નહીં કરાય તો તમામ કેબિનો દૂર કરવાની મહાનગરપાલિકાની સૂચના છે
