તાપી એલસીબીની મોટી કાર્યવાહી: ઇન્દુ ગામે જુગારધામ પર દરોડો,
₹૧૨.૧૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૮ આરોપીઓ ઝડપાયા
વ્યારા:એલ.સી.બી. પી.આઈ. બી.જી. રાવલની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અ.એ.એસ.આઈ. ધર્મેશભાઈ અને અ.પો.કો. રોનક સ્ટીવન્સનભાઈને મળેલ બાતમીના આધારે વ્યારાના ઇન્દુ ગામની સીમમાં ટાટા મોટર્સની પાછળ આવેલ પ્રવિણભાઈ મેરામણભાઈના ફાર્મ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા ૮ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી ભીખુભાઈ નંદાણીયા, કિરીટભાઈ કોરીંગા, નિલેશ માલદે, રાજુભાઈ કનારા, રામલાલ પટેલ, વિનેશભાઈ , પંકેશભાઈ નકુમ અને રામભાઈ છતેરીયાની અટકાયત કરી છે. દરોડા દરમિયાન રોકડા રૂ. ૪,૫૭,૨૮૦/-, દાવ પરના રૂ. ૫૨,૫૦૦/-, ૮ મોબાઈલ, ૩ મોટરસાયકલ અને ૨ ફોર વ્હીલર ગાડીઓ મળી કુલ રૂ. ૧૨,૧૬,૭૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાકરાપાર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સોંપવામાં આવી છે. સાથેજ બીજો ગુનો ઉચ્છલ પોલીસે ઘરફોડ ચોરીનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો: ₹૪૮,૦૦૦ ના ચાંદીના દાગીના સાથે આરોપીની અટકાયત ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના અણઉકેલાયેલ (Undetected) ગુનાનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ તાપીને સફળતા મળી છે. ગત તા. ૨૦/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ દરમિયાન ફરિયાદીના બંધ ઘરમાંથી તસ્કરોએ તિજોરીના લોકરમાં રાખેલ સ્ટીલના ડબ્બામાંથી રૂ. ૬૦,૦૦૦/- ની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પાંખરી બસ સ્ટેશન પેટ્રોલ પંપ નજીકથી શંકાસ્પદ ઈસમ સમીર ઉર્ફે શીખડો દાજ્યાભાઈ ગામીત (રહે. પાંખરી, ઉચ્છલ) ને પકડી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ચાંદીના સાંકળા, કંઠી, પાટલા અને બ્રેસલેટ મળી કુલ રૂ. ૪૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીને ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપેલ છે…
