સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત
શરતી જામીનના મુદ્દે સરેન્ડર કર્યા બાદ ભાઈના ખબરઅંતર પૂછવા પહોંચ્યા
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈની મુલાકાત કરી
આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ સાથે હાજર રહ્યા હતા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના ભાઈના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. શરતી જમીનના મુદ્દે સરેન્ડર કર્યા બાદ ચૈતર વસાવાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોતાના ભાઈની મુલાકાત કરી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના ભાઈના ખબરઅંતર પૂછવા નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, ચૈતર વસાવાના ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શરતી જમીનના મુદ્દે સરેન્ડર કર્યા બાદ ચૈતર વસાવા ભાઈની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ તેમની સાથે હાજર રહ્યા હતા. હોસ્પિટલમાં પરિવારની મુલાકાત દરમિયાન ચૈતર વસાવાની હાજરી ચર્ચાનો વિષય બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *