દિવાળીના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

Featured Video Play Icon
Spread the love

દિવાળીના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
તહેવારમાં લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળે તે માટે તપાસ

સુરતમાં દિવાળીના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેમ મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

દિવાળીના તહેવારમાં સુરતીઓ હજારો કિલો મીઠાઈ આરોગતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન વિવિધ મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા છે, જેને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો તપાસમાં ભેળસેળ કે અન્ય કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *