હિન્દુ જમણેરી સંગઠનોએ હલ્દવાનીમાં “શુદ્ધિકરણ” વિધિ કરી

Featured Video Play Icon
Spread the love

હિન્દુ જમણેરી સંગઠનોએ હલ્દવાનીમાં “શુદ્ધિકરણ” વિધિ કરી
કોંગ્રેસની રેલીના સ્થળે ગંગાજળથી “શુદ્ધિકરણ” વિધિ કરી

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિધિ એટલા માટે કરવામાં આવી હતી કે કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાઅર્જુન ખડગેની હાજરીથી સ્થળ કથિત રીતે “અપવિત્ર” થઈ ગયું હતું અને તેથી તેને “શુદ્ધિકરણ” કરવાની જરૂર હતી. આ અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય ભાજપ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહેલા મૂળભૂત ભેદભાવપૂર્ણ પૂર્વગ્રહનું સ્પષ્ટ પ્રતિબિંબ છે અને તેમના નેતૃત્વ દ્વારા સતત અપનાવવામાં આવતા પ્રતિગામી અને વિભાજનકારી માર્ગને ઉજાગર કરે છે.

આ શરમજનક અને પ્રતિગામી કૃત્ય માત્ર કોંગ્રેસ પ્રમુખનું અપમાન નથી; તે ભારતની ગરિમા અને સમાનતા, બંધુત્વ, સામાજિક ન્યાય અને માનવીય ગૌરવના બંધારણીય મૂલ્યો પર સીધો હુમલો છે. ભારતના બંધારણ દ્વારા સંચાલિત લોકશાહી સમાજમાં આવા ભેદભાવપૂર્ણ પ્રથાઓ અને ધોરણોનું કોઈ સ્થાન નથી. આ અત્યંત નિંદનીય ઘટનાના જવાબમાં શહેર- જિલ્લા કોંગ્રેસ સમિતિએ 14 ઓગસ્ટના રોજ સાંજે માર્ચ અને સત્યાગ્રહનું આયોજનકર્યું હતું. પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સુચના અનુસાર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં આ માર્ચ મહાત્મા ગાંધી અથવા ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમા સુધી આગળ વધી સમાપ્ત થઇ હતી,

આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિઓ, તાલુકા કોંગ્રેસ સમિતિઓ, મોરચા સંગઠનો, વિભાગો, કોષો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વરિષ્ઠ નેતાઓ અને તમામ સ્તરે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર ભાઈ-બહેનો સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી હતી, જેથી એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ મોકલવામાં કોંગ્રેસ પાર્ટી અને ભારતના લોકો ભેદભાવ, અસ્પૃશ્યતા અથવા આપણા બંધારણ દ્વારા ગેરંટીકૃત ગરિમા અને સમાનતાને નબળી પાડવાના કોઈપણ પ્રયાસને સહન કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *