ભાવનગર એસ.ટી. વિભાગની અભિનવ પહેલ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એસ.ટી. વિભાગની અભિનવ પહેલ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન ખાતે શ્રમદાન
દર મહિનાના પ્રથમ રવિવારે યોજાશે સ્વચ્છતા ઝુંબેશ
જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ સફાઈ અભિયાનમાં જોડાયા
બસ સ્ટેશન અને મુસાફરોના પ્રતીક્ષા ખંડોની સફાઈ કરાઈ
મુસાફરોને સ્વચ્છતા જાળવવા ભાવનગર એસ.ટી. વિભાગની અપીલ

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય બસ સ્ટેશન ખાતે વિશેષ શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં જનપ્રતિનિધિઓ, એસ.ટી. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ બસ સ્ટેશનના પરિસર, પ્લેટફોર્મ અને મુસાફરોના પ્રતીક્ષા ખંડોની સફાઈ કરી હતી. વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ભાવનગર બસ સ્ટેશન ખાતે દર મહિનાના પ્રથમ રવિવારે નિયમિત સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે. આ પ્રસંગે એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને બસ સ્ટેશન અને બસની અંદર સ્વચ્છતા જાળવવા તેમજ કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત એસ.ટી. બસ સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *