દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાને લઈ સુરત રેલ્વે પોલીસ એકશનમાં

Featured Video Play Icon
Spread the love

દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાને લઈ સુરત રેલ્વે પોલીસ એકશનમાં
રેલ્વે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કર્યુ

દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બહાર કાર વિસ્ફોટની ઘટનાને લઈ સુરત રેલ્વે પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી અને રેલ્વે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કર્યુ હતું.

દિલ્હીના લાલ કિલ્લા પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજના સમયે ભરચક વિસ્તારમાં એક કાર વિસ્ફોટ થઈ હતી જેને લઈ 9 લોકોના મોત થયા હતા જ્યારે 24 લોકો ઘાયલ થયા હતાં. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયો છે. ગુજરાત સહિત ભારતના 11 રાજ્યોમાં એલર્ટ અપાયો હોય સાથે રેલ્વે પોલીસ પણ એલર્ટમાં આવી ગઈ છે. તો સુરત રેલ્વે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કરાયુ છે. સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ સામાન્ય ચેકિંગ કરાઈ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *