એસઓજીની ટીમે અડાજણની સુરભી ડેરીમાંથી નકલી પનીર પકડ્યું
ઓલપાડ યુનિટમાંથી પણ નકલી પનીર સહીતનો જથ્થો કબ્જે કર્યો
સુરત એસઓજીની ટીમે ખટોદરા અને અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી પાલિકાના આરોગ્ય વિભાગની હાજરીમાં નકલી પનીરનો હજ્જારો કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે સુરભી ડેરીના ઓલપાડ યુનિટમાંથી પણ જિલ્લા પોલીસે નકલી પનીર સહીતનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરતમાં ફરી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. સુરતના ખટોદરા વિસ્તાર અને અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી એસઓજીની ટીમે સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી 754 સહિત કુલ 955 કિલો શંકાસ્પદ નકલી પનીર નો જથ્થો કબ્જે કર્યો હતો. સુરત શહેર એસઓજીની ટીમે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતાં. જેમાં નકલી પનીરનો જથ્થો કબ્જે કરી હાલ પનીરના સેમ્પલ લઈ પુષ્ટિ કરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. તો સુરભી ડેરીના ઓલપાડ ખાતે આવેલ યુનિટ પર પણ દરોડા પડાતા ત્યાંથી પણ નકલી શંકાસ્પદ પનીર, દુધ, તેલ સહિતનો મુદ્દામાલ જિલ્લા પોલીસે કબ્જે કર્યો હતો. આ અંગે એસઓજીના ડીસીપી એ વધુ માહિતી આપી હતી.
