દાહોદના દુધામલી ગામે એસઓજીનો દરોડો,
રૂ. 2.30 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો.
ધાનપુરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, 460 કિલોથી વધુનો જથ્થો જપ્ત.
દુધામલી ગામેથી ગાંજાના 378 લીલા છોડ કબજે,
દાહોદ એસઓજી(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં દરોડો પાડીને રૂ. ૨.૩૦ કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
મળતી માહિતી અનુસાર નશીલા પદાર્થો સામેની ઝુંબેશ અંતર્ગત દાહોદ SOG ના ASI દિનુભાઇ ધીરૂભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે, PI એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ PSI એસ.યુ. જોષી અને ટીમે સરકારી પંચોને સાથે રાખી દુધામલી ગામના સ્ટેશન ફળિયામાં આવેલા આરોપીના ખેતરોમાં રેઇડ કરી હતી. આરોપીના ત્રણ ખેતરોમાંથી ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. ઘટનાસ્થળે FSL અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ છોડ ગાંજાના હોવાનું પ્રમાણિત થયું હતું. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ધાનપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
