અરવલ્લી વીજળી પડતા બે યુવકના મોત
અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે યુવકના મોત
ભિલોડાના ધંધાસણ ગામ ખાતે લગ્ન પસંગે બની ઘટના
ગામમાં પંચાયત મકાન પાસે ઉભો રહેલા બે યુવકના મોત
મૃતદેહને પી એમ અર્થ એ શામળાજી ખાતે ખસેડાઈ
અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે જણાના મોત નીપજ્યા છે. ભિલોડાના ધંધાસણમાં વીજળી પડતા આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવાનો પર વીજળી પડી હતી.
રાજ્યના વિવિધ ભાગોમાં હાલ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આ કમોસમી માવઠું જીવલેણ સાબિત થયું છે. જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે વીજળી પડવાની કરુણ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, ધંધાસણ ગામમાં પંચાયતની બાજુમાં બે યુવાનો ઉભા હતા તે દરમિયાન અચાનક વીજળી પડી હતી. ગાજવીજ અને ભારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદના પગલે આ વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડતા જ બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને યુવાનોના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.