માંડવીમાં વિશ્વ રેડક્રોસ દિવસ નિમત્તે રથનું આયોજન કરાયું

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં વિશ્વ રેડક્રોસ દિવસ નિમત્તે રથનું આયોજન કરાયું
રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો રથના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા

દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ સંદર્ભે માંડવીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રથનું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ 6 મે મંગળવાર ના રોજ માંડવી નગર ખાતે રેડ ક્રોસ રથ નું આગમન થયું હોય જેનું સ્વાગત સુપડી ચાર રસ્તા “રેડ ક્રોસ જલધારા” ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં રેડ ક્રોસ સોસાયટીના તમામ હોદ્દેદારો સતિષ કાર્યસ્થળ ચેરમેન સુનિલભાઈ રબારી વોઇસ ચેરમેન તથા વિશેષ રૂપે માંડવી નગર ભાજપના પ્રમુખ તથા સોસાયટીના સભ્ય એવા પ્રિતેશભાઈ રાવળ તથા તમામ સભ્યશ્રીઓને તેમજ નગરના તમામ ભાઈઓ બહેનો યુવા મિત્રોને રેડ ક્રોસ રથના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા

સવારે 11-00 કલાકે સુપડી ચાર રસ્તા રેડ ક્રોસ જલધારા, માંડવી. જિલ્લો. સુરત. ખાતે અમદાવાદ થી રથ લઈને આવેલ જેન્તીભાઈ પટેલનો માંડવી નગરની બહેનો દ્વારા પુષ્પો અર્પણ કરી રથનું વધામણા કરવામાં આવ્યા તથા સ્વાગત કરવામાં આવ્યું અન્ય મહાનુભવો પત્રકાર મિત્રો દ્વારા પણ મહેશભાઈ પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું સાથે પધારેલ રેડ ક્રોસના સેવાધારી ભાઈઓનું પણ ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર નગરમાં બાઈક રેલી સ્વરૂપે રથને ફેરવવામાં આવ્યો હતો તથા રેડ ક્રોસના સેવાકીય કાર્યો ની માહિતી જાહેરમાં આપવામાં આવી હતી સમગ્ર નગરમાં પણ ખૂબ સારા વાતાવરણમાં રથની સરહના કરવામાં આવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *