આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપ જીતી

Featured Video Play Icon
Spread the love

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપ જીતી
ભુપેન્દ્ર પટેલે ઉમરેઠ પેટા ચૂંટણી જીતેલા ઉમેદવારોને પાઠવ્યા અભિનંદન
પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને આપ્યા અભિનંદન

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ભવ્ય વિજય મેળવ્યો છે. જોકે, બીજી તરફ પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર માટે ઇવીએમસામે સવાલો ઉઠાવ્યા છે.

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 30,000 થી વધુ મતોના જંગી માર્જિનથી વિજય મેળવ્યો છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVMમાં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે. ગાંધીનગર કમલમ ખાતેથી સીએમ ભુપેન્દ્ર પટેલે ઉમરેઠ પેટા ચૂંટણી જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવતા 5 રાજ્યોની ચૂંટણી દરમિયાન ભાજપની જીતને પણ વધાવી હતી

23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ નોંધાયેલા મતદારો માટે તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે આ પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *