સુરત આરટીઓની વિશેષ ડ્રાઈવ, 77 વાહનચાલકો સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત આરટીઓની વિશેષ ડ્રાઈવ, 77 વાહનચાલકો સામે કાર્યવાહી
રસ્તા પર પાર્કિંગ અને અનધિકૃત સફેદ એલઈડી હેડલેમ્પ સામે દંડ વસૂલાયો

સુરતમાં માર્ગ સલામતીને લઈને આરટીઓ દ્વારા વિશેષ અમલવારી ઝુંબેશ હાથ ધરાઈ છે. ની-4 પર રસ્તાની બાજુમાં અને શોલ્ડર પર વાહનો પાર્ક કરનારા તેમજ અનધિકૃત સફેદ એલઈડી હેડલેમ્પ લગાવીને વાહન ચલાવનારા સામે સુરત આરટીઓએ કાર્યવાહી કરી ડ્રાઈવ દરમિયાન 77 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી દંડ વસુલાયો હતો.

સુરત આરટીઓ દ્વારા ની-4 પર સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજાઈ હતી. નેશનલ હાઈવેની બાજુમાં કે શોલ્ડર પર પાર્ક કરાયેલા વાહનો માર્ગ સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આવા વાહનોને કારણે અકસ્માત અને જાનહાનિનું જોખમ વધતું હોવાના પગલે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વિશેષ અમલવારી દરમિયાન રસ્તાની બાજુમાં અને શોલ્ડર પર પાર્ક કરાયેલા વાહનોની તપાસ કરવામાં આવી હતી. લાગુ પડતી જોગવાઈઓના ઉલ્લંઘન બદલ આવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે અનધિકૃત સફેદ એલઈડી હેડલેમ્પ લગાવીને દોડતા વાહનો સામે પણ આરટીઓની કાર્યવાહી જોવા મળી હતી. અનધિકૃત એલઈડી હેડલેમ્પથી ગ્લેર સર્જાઈ શકે છે અને સામેથી આવતા વાહન ચાલકોના વિઝન પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આવા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ની-4 પર હાથ ધરાયેલી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 77 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી આરટીઓ દ્વારા આશરે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *