સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી,
યુએસડીટી સહિત લાખોની ઠગાઈમાં સંડોવાયેલી મહિલા ઝડપાઈ
સરથાણા વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં મહિલાની ધરપકડ કરવામાં આવી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા પોલીસ મથકની હદમાં યુએસડીટી સહિત લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલી મહિલાને ઝડપી પાડી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આગામી તહેવારોને લઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ચેઈન સ્નેચિંગ સ્કવોડની ટીમે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકમાં યુએસડીટી ડોલર તથા ભારતીય રૂપિયા મળી 35 લાખની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી શિવાની ભાર્ગવ પ્રવિણચંદ્ર પંડ્યાને ઝડપી પાડી હતી. આરોપી મહિલાએ વર્ષ 2024 અને 2025 દરમિયાન પતિ ભાર્ગવ પંડ્યા તથા ઈન્દ્રજીત અરોરા, પ્રકાશ ગુપ્તા તથા શ્વેતા ગુપ્તા સાથે મળી ફાઈનબુકર સ્પોટર્સ એક્સચેન્જ નામે કંપની શરૂ કરી રોકાણકારોને 8 મહિનામાં નાણા ડબલ કરવાની લાલચ આપી 27 લાખ રોકડ અને 9233 યુએસડીટી ડોલર  મળી 35 લાખથી ધુનુ રોકાણ કરાવી ઠગાઈ આચરી હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *