અલથાણમાં પિસ્તોલ-ચપ્પુની અણીએ યુવાનનું અપહરણ,
ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી અપહ્યતને મુક્ત કરાવ્યો
સુરતના અલથાણ વિસ્તારમાંથી એક યુવાનનું પિસ્તોલ અને ચપ્પુની અણીએ અપહરણ કરાયુ હોય જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ અલથાણ પોલીસે અપહરણકારોને ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવ્યો હતો.
સુરતના અલથાણ પોલીસ મથક વિસ્તારમંથી એક ઈસમને અપહરણ કરી પિસ્તોલ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચપ્પુ વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની માહિતી મળતા જ અલથાણ પોલીસ હરકતમાં આવી હતી. અને પીઆઈ જેએસ ઝાંબરેની ટીમ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ અપહ્યતને મુક્ત કરાવી અપહરણકારો રીષભ મુકેશ નાહટા, દેવ કેતનકુમાર આહિર અને લક્ષ્મણ વામન રાઠોડને ઝડપી પાડ્યા હતાં. જે અંગે મદદનીશ પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી.
