અલથાણમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ, એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
સુરત મહાનગર પાલિકા દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. એક જ સ્થળે અને એક જ દિવસમાં લોકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
સુરત મહાનગર પાલિકા દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પહોંચ્યા હતા. વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આવકના દાખલા, આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ સહિતની વિવિધ સેવાઓ અને સરકારી યોજનાઓના લાભ માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. લાભાર્થીઓને શક્ય તેટલી ઝડપથી અને એક જ દિવસમાં સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારી સેવાઓને લોકોના ઘરઆંગણે પહોંચાડવા સાથે અરજદારોને સરળતાથી અને ઝડપથી લાભ અપાવવાનો રહ્યો હતો.
