સુરતની અડાજણ પોલીસે હત્યારા પતિને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની અડાજણ પોલીસે હત્યારા પતિને ઝડપ્યો
લોખંડના હથોડા વડે પત્નિની હત્યા કરી ભાગયો હતો પતિ
હત્યારા દિનેશ પરષોત્તમ પટેલની ધરપકડ કરી

સુરતની અડાજણ પોલીસે લોખંડના હથોડા વડે પત્નિની હત્યા કરી ભાગી છુટેલા હત્યારા પતિને ગણતરીના કલાકોમાંઝડપી પાડ્યો હતો.

સુરતની અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતીમુજબ અડાજણ આનંદ મહેલ રોડ પર રહેતા કૃણાલ પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેના પિતા દિનેશ પટેલએ માતા તૃપ્તિબેન સાથે ઘર કંકાસ થતુ હોય જેને લઈ માથામાં લોખંડના હથોડા વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી. બનાવને લઈ અડાજણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ અડાજણ આનંદમહેલ રોડ પરથી હત્યારા દિનેશ પરષોત્તમ પટેલની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *