ભાવનગરમાં જવેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉયકેલ્યો
ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ભાવનગર, વોરા બજાર, દેસાઇ શેરીમાં આવેલ જવેલર્સની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ભાવનગર પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. તા.૨૩ એપ્રિલના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે અગાઉ મોટર સાયકલ ચોરીના ગુન્હામાં પકડાયેલ નયન ઉર્ફે એન.કે. કાંબડ તથા દર્શન ભેસલા તથા અજય મકવાણા શાંતિલાલ શાહના મેદાનમાં મુકતા લક્ષ્મી સ્કુલના પાછળના ભાગે મોટર સાયકલ લઇને ઉભા છે. તેઓ આ મોટર સાયકલ તથા તેઓની પાસે રહેલ થેલામાં શંકાસ્પદ વસ્તુઓ છે. જે મોટર સાયકલ તથા થેલામાં રહેલ વસ્તુઓ તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળા જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ પાસે મળી આવેલ મુદ્દામાલ અંગે પુછપરછ કરી આધાર-પુરાવા, બિલ કે રજીસ્તર કાગળો માંગતાં નહિ હોવાનું અને કોઇ સંતોષકાર જવાબ આપેલ નહિ. શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. તેઓની વધુ પુછપરછ કરતાં આજથી છ એક દિવસ પહેલાં રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ ભાવનગર મેઇનબજારમાં આ ત્રણેય જણાં તથા પિયુષ અશોકભાઇ ગોહેલ તથા રાહુલ રમેશભાઇ મકવાણાએ બર્ગમેન સ્કુટર ઉપરોકત મોટર સાયકલ તથા અજય માધુભાઇ મકવાણાની રીક્ષામાં જઇને ગ્રાઇન્ડર મશીનથી જવેલર્સની દુકાનનું તાળું તોડી તેમાંથી ૧૦ ૦૦૦ ની ચોરી કરેલ હોવાનું અને તે ૧૦,૦૦૦ માંથી ૧ ૦૦૦ દર્શન ભેસલાને આપતાં તેની પાસેથી કબ્જે કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. પકડાયેલ આરોપીઓમાં 1. નયન ઉર્ફે એન.કે. દિલીપભાઇ કેશુભાઇ કાંબડ 2. અજય માધુભાઇ મકવાણા 3.દર્શન કાળુભાઇ ભેંસલા 4 પિયુષ અશોકભાઇ ગોહેલ 5 રાહુલ રમેશભાઇ મકવાણા પાસેથી રોકડ રૂ.૧ ૦૦૦ મળી કુલ ૫૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે…
