વડનગરથી વારાણસી જનાર સેવા સંકલ્પ કળશનું માંડવી ખાતે આગમન

Featured Video Play Icon
Spread the love

વડનગરથી વારાણસી જનાર સેવા સંકલ્પ કળશનું માંડવી ખાતે આગમન
ઉનાઈથી શરૂ થયેલી સેવા સંકલ્પ કળશ યાત્રાનું માંડવીમાં ભવ્ય સ્વાગત
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
આગેવાનોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી

માંડવી ખાતે ઉનાઈ થી સેવા સંકલ્પ નું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું તેમજ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિએ બિરસા મુંડા ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરી.

ત્યારબાદ માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આપણા દેશની રક્ષા કરતા વીર જવાનો તેમજ તેમના પરિવારોને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિઆપનાર તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના વીર સપૂત ઋતિક કુમાર અશોકભાઈ ચૌધરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે 157 માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના માસિક પગારની આવકમાંથી રૂપિયા 1, 00000, રોકડ રકમ શહીદોના માતા પિતાને અર્પણ કરવામાં આવી હતી. આ માત્ર આર્થિક સહાય નથી પરંતુ પરિવાર પ્રત્યે લાગણી સંવેદનશીલતા અને જવાબદારી નું ઉત્તમ ઉદાહરણ છે તેમજ કુપોષિત બાળકોને મંત્રી જીતુભાઈ વાઘાણીતથા ગણપતભાઈ વસાવા, કુવરજીભાઈ હળપતિ દ્વારા કીટ આપવામાં આવી હતી.14 સપ્ટેમ્બરના રોજ સવારે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી જયરામભાઈ ગામીત ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિ, ભરતભાઈ રાઠોડ માંડવી નગરના મહાનુભવોદ્વારા ભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં માં તાપી મૈયા નું નીર અર્પણ કર્યું હતું. અને બાઈક રેલી બલેઠી જવા માટે રવાના કરાઈ હતી આ કાર્યક્રમમાં મહામંત્રી શ્રી ઓ રોહિતભાઈ પટેલ જગદીશભાઈ પારેખ અંકુરભાઈ દેસાઈ, પ્રદેશના યુવા મોરચાના હોદ્દેદારો, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, આતિશભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી શાલીનભાઇ શાહ, કેયુર હજારીવાલા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલી માં જોડાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *