કતારગામ દરવાજા પાસે ખુલ્લી ગટર બની મુસીબત

Featured Video Play Icon
Spread the love

કતારગામ દરવાજા પાસે ખુલ્લી ગટર બની મુસીબત
પાલિકાની બેદરકારી? ખુલ્લી ગટરમાં ખાબકી જનરેટર ભરેલી ગાડી
મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર, વાહનચાલકો પરેશાન

સુરતના કતારગામ દરવાજા પાસે પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર વાહનચાલકો માટે મુસીબત બની છે. મોડી રાત્રે જનરેટર ભરેલી ગાડીનું પાછળનું અડધું ટાયર ગટરમાં ખાબકી ગયું હતું. કલાકોની મથામણ છતાં જનરેટર બહાર ન કાઢી શકાયું અને આખી રાત ગટર લાઈનમાં ફસાયેલું રહ્યું હતું.

સુરતના કતારગામ દરવાજા પાસે ખુલ્લી ગટર બની વાહનચાલકો માટે જીવનું જોખમ ઉભુ થયુ હતું. મોડી રાત્રે જનરેટર ભરેલી ગાડી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પાછળનું અડધું ટાયર ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જનરેટર ભરેલી ગાડીનું ટાયર ગટરમાં એવી રીતે ફસાયું કે કલાકોની મથામણ બાદ પણ તેને બહાર કાઢી શકાયું નહીં. આખી રાત જનરેટરનું ટાયર ગટર લાઈનમાં ફસાયેલું રહ્યું હતું. મુખ્ય માર્ગ પર જ ખુલ્લી ગટર હોવાથી અન્ય વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બની શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ કતારગામ ઝોનના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા હતા અને કહ્યુ હતુ કે શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ પાલિકા તંત્ર જાગશે? જેથી ફરી એકવાર પાલિકાની લાલિયાવાડી સામે આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *