બનાસકાંઠામાં સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ.
ખેડૂતોને રોજની એક લાખ રૂપિયાની આવક પૂરી પાડવામાં આવશે
દૂધની સાથે ગોબર અને ગૌમૂત્રમાંથી પણ મોટી કમાણી થશે.
સુઝુકી કંપનીબનાસકાંઠામાં બનાસ ડેરીના સહયોગથી 250 કરોડના ખર્ચે પાંચ પ્લાન્ટ સ્થપાશે. જેમાં આજરોજ સુઝુકી બાયો-સીએનજી પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરાયું છે, કંપનીએ આખું વિશ્વ છોડી બનાસકાંઠા બાયો CNG પ્લાન્ટ નાખવા માટે રસ દાખવ્યો હતો.
વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવી બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી રૂપિયા 250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબી સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇ ગત વર્ષે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્ત્વનું કદમ ભર્યું હતું. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા હતા. જે ને લઇ આજ રોજ સુઝુકી બાયો CNG પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ પ્લાન્ટથી ખેડૂતોને રોજની એક લાખ રૂપિયાની આવક પૂરી પાડવામાં આવશે”
પશુપાલકોના પશુઓના છાણ, મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019 માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. 2025 સુધીમાં કાર્યરત થવાના લક્ષ્યને પૂરો કરતા આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દીયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે. જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેક્નોલોજીકલ મળી 250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા કરાયું છે ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
