સુરતના કામરેજમાંથી કુટણખાનું ઝડપાયું
પોલીસે 3 લલનાઓને મુક્ત કરાવી
ગ્રાહક અને સંચાલકની ધરપકડ
સુરતમાં સ્પાના નામે ચાલતા કુટણખાના વચ્ચે કામરેજમાં કોમ્પલેક્ષમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતાં. જ્યાંથી પોલીસે ત્રણ લલનાઓને મુક્ત કરાવી ગ્રાહકો અને સંચાલકની પણ ધરપકડ કરી હતી.
સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ વખતે કામરેજ પોલીસે ઉમા કોમ્પલેક્સના ત્રીજા માળે ચાલતા દેહ વ્યાપારના કેન્દ્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ મહિલાને મુક્ત કરાવી છે. પોલીસને એવી બાતમી મળી હતી કે દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવીને દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. જ્યાં પોલીસે દરોડા પાડતા શરીર શુખ માણવા આવેલા આરોપીઓમાં ઉમાશંકર રસપાલ વર્મા, મોહંમદ શાબાદ મુનસીઅલી ઇદરેશી અને ગૌરવ મજમેરસિંગ ડંડોતીયા ને ઝડપી પાડ્યા હતાં. તો તપાસમાં બહાર આવ્યું છે કે, અમરોલીનો શાબાદ મુનસીઅલી મહિલાઓને બહારથી બોલાવતો હતો. પોલીસે કુટણખાનામાંથી ડિંડોલી અને ભેસ્તાનની લલનાઓને મુક્ત કરાવી હતી. અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.