સુરતમાં ગેરકાયદે ઉભા કરાયેલા પતરાના સેડમાં આગ લાગી
ડભોલી વિસ્તારમાં ગેરકાયદે પતરાના સેડમાં આગ લાગી
પતરાના સેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોવાના આક્ષેપ
સુરતના ડભોલી વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા પતરાના સેડમાં આગ લાગ્યા બાદ ગેરકાયદે સેડ દુર કરવા કોર્પોરેટર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યુ હતુ અને ગેરકાયદે ઉભા કરાયેલા સેડો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સુરતમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી ગેરકાયદે વસ્તુઓ દુર કરવાની કામગીરી કરાતી નથી. ત્યારે અગાઉ કોર્પોરેટર દ્વારા ગેરકાયદે સેડ દુર કરવાની કરાયેલી ફરિયાદો છતા ગેરકાયદે ઉભા કરાયેલા પતરાના સેડો દુર કરાયા ન હતા અને ત્યારબાદ ડભોલી વિસ્તારમાં ગેરકાયદે પતરાના સેડમાં આગ લાગી હતી. જેને લઈ મનપા તંત્ર જાગ્યુ હતુ અને વર્ષોથી બાંધેલા ગેરકાયદે પતરાના સેડો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે તેને લઈ ભાજપના જ કોપોરેટરએ સવાલ ઉઠાવ્યા હતાં. અને મનપાની રહેમ નજરથી જ આ ગેરકાયદે પતરાના સેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોવાના આક્ષેપો કર્યા હતાં. જો કે નામ માત્ર નામની કામગીરી કરી મનપાના અધિકારી રવાના થતા અનેક સવાલો ઉભા થયા છે.