સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેડરોડ પર પંડોળ પાસે આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેડરોડ પર પંડોળ પાસે આગ
પંડોળ પાસે ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં લાગેલી ભીષણ આગ
આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેડરોડ પર પંડોળ પાસે ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં લાગેલી ભીષણ આગને લઈ દુર દુર સુધી ધુમાડા જોવા મળતા લોકોમાં ડર દેખાયો હતો.

સુરતમાં રોજેરોજ આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વેડરોડ પર ભીષણ આગની ઘટના બની હતી. વેડ રોડ પર પંડોળ પાસે ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બની હતી. જ્યાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. બનાવની જાણ થથા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *