સુરતમાં ગણેશ વિસર્જનને લઈ ઓએનજીસી બ્રિજ નીચે બબાલ
પોલીસ સાથે એક મંડળની ઝપાઝપી થઈ
સુરતમાં ગણેશ વિસર્જનને લઈ ઓએનજીસી બ્રિજ નીચે એસ.કે.સર્કલ પાસે પોલીસ સાથે એક મંડળની ઝપાઝપી થઈ હતી જે વિડીયો વાયરલ થયો હતો.
સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાયા બાદ ભક્તોએ ભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી. ત્યારે શનિવારે ડુમ્મસ ઓએનજીસી બ્રિજની નીચે એસ.કે. સર્કલ પાસે પોલીસ સાથે એક મંડળ દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી. જેને કારણે પોલીસ અને મંડળ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ પોલીસે મંડળના કેટલાક સભ્યોને પકડીને અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
