સુરતમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન ઘર્ષણ
ભાગળ ચાર રસ્તા પાસે પોલીસ સાથે ગણેશ મંડલના લોકોનું ઘર્ષણ
પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા હળવો બળપ્રયોગ કર્યો
સુરતમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન ભાગળ ચાર રસ્તા પાસે પોલીસ સાથે એક ગણેશ મંડલના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.
શનિવારે વિસર્જન દરમિયાન ભાગળ ચાર રસ્તા ગણપતિ યાત્રામાં બબાલ થઈ હતી. ભાગળ ચાર રસ્તા પર ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે ઘર્સણ સર્જાયું હતું. જેમાં પોલીસે ગણપતિનો ટ્રક આગળ લેવાનું કહેતા મંડળ દ્વરા પોલીસ સાથે ઘર્ષણ કરાતા પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા હળવો બળપ્રયોગ કર્યો હતો. તો બીજી તરફ હજારોની ભીડ વચ્ચે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈ પોલીસ અને ગણેશ ભક્તોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
