અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓ બની પ્લેન ક્રેશનો ભોગ
રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે લીધી પરિવારોની મુલાકાત
દુઃખની ઘડીમાં અમે પરિવાર સાથે છીએ : ભીખુસિંહજી
હજમાં ગયેલા પરિજનોને મળવા આવી હતી નુસરતજહા
એક વખત તો ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું : પિતા
અમદાવાદ ખાતે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ છે જેમાં અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓ પ્લેન ક્રેશનો ભોગ બની
અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓ પ્લેન ક્રેશનો ભોગ બની છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પરિવારોની મુલાકાત લીધી હતી.મોડાસાના ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરતજહાંના પરિજનો સાથે મુલાકાત કરી.મૃતક નુસરતજહાના પિતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી. ભીખુસિંહજી પરમારે કહ્યું કે દુઃખની ઘડીમાં અમે પરિવાર સાથે છીએ. છેલ્લા ૪ વર્ષથી નુસરતજહા પતિ સાથે લંડનમાં રહેતા હતા. હજમાં ગયેલા પરિજનોને નુસરતજહા મળવા આવી હતી.એક વખત તો ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું એમ નુસરતજહાના પિતાએ જણાવ્યું હતું