સુરતના કવિ કલાપી ગાર્ડન બન્યું ગંદકીનું ગાર્ડન
તળાવમાં ગંદકીને લઈ અસંખ્યા માછલાઓના મોત
લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો
સુરત મહાનગર પાલિકા સ્વચ્છતાની વાતો કરે છે પરંતુ પાલિકાના ગાર્ડનમાં આવેલા તળાવમાં જ ગંદકીને લઈ અસંખ્યા માછલાઓના મોત થતા ગાર્ડનમાં આવનાર લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
સુરત મહાનગર પાલિકા શહેરીજનોને સુવિધાઓ આપવામાં અગ્રેસર હોવાના દાવા કરે છે. અને શહેરીજનો જેમાં પણ ખાસ કરીને વડીલો માટે ગાર્ડનમાં અનેક સુવિધાઓ ઉભી કરાય છે. જો કે અડાજણ ખાતે આવેલ કવિ કલાપી ગાર્ડન હાલ ગંદકીમાં હોય તેમ લાગી રહ્યું છે. ગાર્ડનમાં વોકિંગ માટે આવતા લોકો ગાર્ડનના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતને લઈ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાર્ડનની બાજુમાં જ એક શાળા પણ આવેલી હોય જેને લઈ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઉભુ થઈ રહ્યુ છે. તો અગાઉ પણ આવી જ રીતે માછલીઓના મોત થયા છે ત્યારે લોકોએ ટરશરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટરો ગંદુ પાણી નાંખતા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.