સુરત પોલીસનો ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ મોટો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસનો ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ મોટો પર્દાફાશ
નિયોલ ચેકપોસ્ટ પાસેથી અફીણ સાથે રાજસ્થાની યુવાન ઝડપાયો
₹46 હજારથી વધુનો અફીણનો જથ્થો કબજે
મોબાઈલ સહિત કુલ ₹56 હજારથી વધુની મત્તા જપ્ત

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સારોલી પોલીસે સુરત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાનીને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબે મેંદપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો મનિષભાઈને મળેલી બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર નિયોલ ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાની યુવાન સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટને ઝડપી પાડી તેની ઝડતી લેતા તેની પાસેથી 46 હજારથી વધુની કિંમતનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી અફીણ સાથે મોબાઈલ સહિતની મત્તા મળી 56 હજારથી વધુની મત્તા કબ્જે કરી અફીણ આપનાર રાજસ્થાન ભીલવાડાના છગનલાલ જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *