તાપી એસઓજીએ NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી
બાતમીના આધારે વોન્ટેડ આરોપી હિમ્મતસિંહની કરાઇ ધરપકડ
B.N.S.S ક્લમ ૩૫ (૧) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી
સોનગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ના ગુનાના કામના વોન્ટેડ આરોપીને ધરપકડ કરી છે.
એસ.ઓ.જી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને,
શ્રી કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર .અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા આ.પો.કો.વિપુલભાઇ રમણભાઇ નાઓ નાસતા ફરતા આરોપીઓ વોચ તપાસમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇ તથા આ.પો.કો.વિપુલભાઇ રમણભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ સોનગઢ પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ એકટ ૮(સી) ૨૦(બી)(૨)
(બી) ૨૯ મુજબના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનુ રણધીરસિંહ પરદેશી રહે.આહવા રાની ફળિયુ વધઇ નાકા તા.આહવા જી.ડાંગ નાનો વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી આહવા ફુવારા સર્કલ તા.આહવા જી.ડાંગ પાસે ઉભેલ હોવાની બાતમી આધારે આહવા ફુવારા સર્કલ પાસે આ કામનો વોન્ટેડ આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનુ રણધીરસિંહ પરદેશી રહે.આહવા રાની ફિળયુ વધઇ નાકા તા.આહવા જી.ડાંગ નો પકડાઇ જતા તા.૨૭/૦૬/૨૦૨૫ ના કલાક ૨૧/૦૦ વાગે B.N.S.S ક્લમ ૩૫ (૧) જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોપેલ છે.