સુરત : ગુજરાત રાજ્ય પાવરલિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધાનું આયોજન કરાયું
તારીખ 28 જૂન અને 29 જૂન દરમ્યાન સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું
સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાના 470 જેટલા ખેલાડીએ ભાગ લીધો
સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ અને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય પાવરલિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધા નું આયોજન તારીખ 28 જૂન અને 29 જૂન દરમ્યાન સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા માં અલગ અલગ જિલ્લાના આશરે 470 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો છે. આ સ્પર્ધાનો મૂખ્ય ધ્યેય આપણા રાજ્ય ના નવ યુવાનો ડ્રગ્સ થી દૂર રહે અને રમત ગમત તરફ જાય એમ “Say no to drugs Say yes to Sports” ના સ્લોગન હેઠળ રમાડવામાં આવેલ છે.આ સ્પર્ધા માં ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વિસ્તાર ના કોર્પોરેટર શ્રી કેયુર ભાઈ ચપટવાલા તેમજ વૈશાલી બેન શાહ ઉપસ્થિત રહી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધા માં ગુજરાત રાજ્ય માં પેહલી વાર એવું બન્યું છે કે ઇવેન્ટ ની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નથી. ફક્ત નોર્મલ રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવ્યો છે.